બજાર ખુલતા જ બીએસઇ સેન્સેક્સે 52 અઠવાડિયાનો રેકોર્ડ બ્રેક કર્યો : નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરોમાં વધારો અને સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે ટ્રેડ થયા
આજે ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક ઊંચાઈએ ખુલ્યું છે. આવું ભારતીય શેરબજારમાં પહેલી વાર ઓપનીંગ સમયે બન્યું છે. નિફ્ટી ૨૨,૫૦૦ના નવા સ્તરે પહોચ્યું છે. આજે નિફ્ટી 22,505.30 પર ખુલ્યું હતું. હાલમાં એનએસઇ નિફ્ટી 2.25 પોઈન્ટના ઘટાડા સાથે 22,471ના સ્તરે જોવા મળી રહ્યું છે. આજે નિફ્ટી 22,523ના સ્તરે પહોચ્યું છે જે ઓલ ટાઈમ હાઈ લેવલ છે. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરોમાં વધારો અને 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીએસઈનો સેન્સેક્સ 156.75 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 74,242 પર અને એનએસઈનો નિફ્ટી 31.25 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 22,505.30 પર ખુલ્યા હતા. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે 74,245ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. આજે બજાર ખુલ્યા પછી તરત જ બીએસઇ સેન્સેક્સે 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી અને 74,245.17ના સ્તર પર પહોચ્યું છે જેને ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 13 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં ટોપ ગેઇનર ટાટા સ્ટીલ છે જે 3.63 ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ 3.21 ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ 2.19 ટકા અને બજાજ ફાઇનાન્સ 2.06 ટકા ઉપર છે. એસબીઆઈ 0.89 ટકાની ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે.
બીએસઇ માર્કેટ કેપ 4 લાખ કરોડ સુધી પહોંચી ગયું
બીએસઇ નું માર્કેટ કેપ રૂ. 392.46 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અને આજે તેના પર ટ્રેડ થયેલા 2992 શેરોમાંથી 1964 શેરોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. 941 શેરમાં ઘટાડો છે અને 87 શેરમાં કોઈ ફેરફાર નથી. 81 શેર પર અપર સર્કિટ પર છે અને 103 શેર લોઅર સર્કિટ પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech