એક મહિલા અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનું મોં દુનિયામાં સૌથી મોટું છે. મતલબ આ મહિલા પોતાનું મોં સૌથી વધારે મોટું ખોલી શકે છે. તે પોતાની લાઈફ સાથે જોડાયેલી તમામ અપડેટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેનું મોં એટલું મોટું ખોલી શકે છે, જેની કલ્પના કરવી મુશ્કેલ છે. પોતાના મોટા મોંના કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તે સૌથી મોટા મોંવાળી મહિલા છે. તેના નામ પર રેકોર્ડ છે કે તેનું મોં 6.52 સેમી સુધી ખુલી શકે છે. આ મહિલાનું નામ સમાંથા રામ્સડેલછે. તેની ઉંમર 32 વર્ષની છે.
મોટા મોંના કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. સમાન્થા અમેરિાના કનેક્ટીકટના સ્ટેમફોર્ડની રહેનારી છે. મહિલા ટિકટોક સ્ટાર પણ છે. મહિલાના ટિકટોક પર 30 લાખથી વધારે ફોલોઅર્સ છે. ગયા વર્ષે જ્યારેતેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. તો તેને વેરિફાઈ કરવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ સમન્થાના ઘરે આવી પહોંચી હતી. આ દરમિયાન ગિનીસની ઓફિશિયલ ટીમ પણ ત્યાં હાજર રહી હતી. ડૉ. ઈલ્કે ચેઉંગેતે સમયે તેનું મોં ડિજીટલ કેલિપર્સથી માપ્યું હતું. આ દરમિયાન ટીમે જોયું હતું કે તેનું મોં કેટલું ખોલી શકે છે.
ડેઈલીમેલના રિપોર્ટ દરમિયાન સમન્થાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ મેળવતા પહેલા આ સાબિત કરવું પડ્યું હતું કે તેણે કોઈ સર્જરી તો નથી કરાવીને. સમન્થા પોતાના મોંની સાથે કલાકારી કરતા ઘણા ફોટા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે ઘણી અજીબો ગરીબ હરકતો રહતા રહે છે. જેના ઘણા નમૂના આપણે જોયા જ હશે. સોશિયલ મીડિયામાં પણ સમાન્થા ઘણી જાણીતી છે. લોકો તેના વીડિયોઝ અને ફોટાને ઘણા પસંદ પણ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech