ભીષણ ગરમીનો દોર આજે પણ સૌરાષ્ટ્રના સાત સહિત રાજ્યના 11 જિલ્લામાં ચાલુ રહેશે તેવી ચેતવણી આપીને હવામાન વિભાગ દ્વારા ગરમી માટેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં જે સાત જિલ્લામાં ગરમી માટેનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, અમરેલી અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સુરત જિલ્લા માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે ગરમીનું પ્રમાણ સ્થિર રહેશે અને તેના કારણે રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમી માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગઈકાલે ક્યાં કેટલું તાપમાન નોંધાયું
ગરમીના મામલે કંડલા, ડીસા, વડોદરા, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, દમણમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે છે. જ્યારે ભુજમાં 42, નલિયામાં 40.2, અમરેલીમાં 40, રાજકોટમાં 41.7, સુરેન્દ્રનગરમાં 41.7, મહુવામાં 40.4, કેશોદમાં 40.8, અમદાવાદમાં 40.4, વલ્લભ વિદ્યાનગરમાં 40.9, સુરતમાં 41.8 અને ગાંધીનગરમાં 40.4 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું.
શુક્રવારથી ક્રમશઃ બે થી ચાર ડિગ્રી જેટલું તાપમાન નીચું ઉતરશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને શુક્રવારથી ક્રમશઃ બે થી ચાર ડિગ્રી જેટલું તાપમાન નીચું ઉતરશે. ગુજરાત રાજસ્થાન અને ઓડિશામાં ગરમી ભુકા કાઢે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી જુદી જુદી સિસ્ટમના કારણે જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ, આસામ, તામિલનાડુ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમની અસર હેઠળ હોળીના તહેવારોમાં પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં પણ વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech